Rishabh Pant scored a century in a one-day projection ઋષભ પંતે વન-ડે જેવા અંદાજમાં ફટકારી સદી

નવી દિલ્લી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પહેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને ઓપનર શુભમન ગિલે શાનદાર ફોર્મ બતાવ્યું છે. પંતે ઇન્ટ્રા સ્ક્વોડ સામે અણનમ સદી ફટકારી હતી. બીજી તરફ ગિલે શાનદાર 85 રન બનાવ્યા. આટલું જ નહીં ઝડપી બોલર ઇશાંત શર્માએ પણ ત્રણ વિકેટ ઝડપી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉધમ્પ્ટનમાં યોજાવાની છે.

રમત-જગત
WTC Final: ઋષભ પંતે વન-ડે જેવા અંદાજમાં ફટકારી સદી, ગીલની ફિફ્ટી
WTC Final: ઋષભ પંતે વન-ડે જેવા અંદાજમાં ફટકારી સદી, ગીલની ફિફ્ટી
NEWS18 GUJARATI
LAST UPDATED:JUNE 12, 2021, 22:06 PM
SHARE THIS:

નવી દિલ્લી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પહેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને ઓપનર શુભમન ગિલે શાનદાર ફોર્મ બતાવ્યું છે. પંતે ઇન્ટ્રા સ્ક્વોડ સામે અણનમ સદી ફટકારી હતી. બીજી તરફ ગિલે શાનદાર 85 રન બનાવ્યા. આટલું જ નહીં ઝડપી બોલર ઇશાંત શર્માએ પણ ત્રણ વિકેટ ઝડપી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 18 થી 22 જૂન દરમિયાન ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉધમ્પ્ટનમાં યોજાવાની છે.

pant-3.jpg

શુક્રવારથી શરૂ થયેલી ઇન્ટ્રા-સ્કવોડ મેચના બીજા દિવસે ઋષભ પંતે શનિવારે જોરશોરથી બેટિંગ કરી હતી. તેણે 94 બોલમાં અણનમ 121 રન બનાવ્યા. જ્યારે શુભમન ગિલે 135 બોલમાં 85 રન બનાવ્યા. ગિલ થોડા સમય માટે ફોર્મમાં નહોતો. પરંતુ પ્રેક્ટિસ મેચમાંથી ફોર્મ પાછું મેળવવાતા તેખુશ થશે. ઝડપી બોલર ઇશાંત શર્માની રમત પર શંકા છે. તેની જગ્યાએ ઝડપી બોલર મોહમ્મદ સિરાજની ચર્ચા છે. ઇશાંતે શાનદાર બોલિંગ કરતા 36 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મહત્વપૂર્ણ છે. ટીમે 2013 થી આઇસીસી ટ્રોફી જીતી નથી.
Rishabh-Pant-The-first-wicketkeeper-batsman-to-score-a-century-in-the-fouth-innings.jpg